Home> India
Advertisement
Prev
Next

હેમંત સોરેન બન્યા ઝારખંડના મુખ્યમંત્રી, કોંગ્રેસના 2 અને RJDના એક MLAએ લીધા મંત્રીપદના શપથ

ઝારખંડ (Jharkhand) માં આજે હેમંત સોરેને (Hemant Soren) પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનની સરકારના ચીફ એવા હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. 

હેમંત સોરેન બન્યા ઝારખંડના મુખ્યમંત્રી, કોંગ્રેસના 2 અને RJDના એક MLAએ લીધા મંત્રીપદના શપથ

રાંચી: ઝારખંડ (Jharkhand) માં આજે હેમંત સોરેને (Hemant Soren) પ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. હેમંત સોરેનને રાંચીના મોરહાબાદી મેદાનમાં રાજ્યપાલ દ્રૌપદી મુર્મૂએ પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. હેમંત સોરેન ઉપરાંત કોંગ્રેસ અને આરજેડીના પણ ધારાસભ્યોએ મંત્રીપદના શપથ લીધા. ઝારખંડમાં જેએમએમ-કોંગ્રેસ-આરજેડીના ગઠબંધનની સરકારના ચીફ એવા હેમંત સોરેને ઝારખંડના 11મા મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા. હેમંત સોરેન સાથે 3 અન્ય નેતાઓએ પણ મંત્રીપદના શપથ લીધા. જેમાં કોંગ્રેસ વિધાયક દળના નેતા આલમગીર આલમ, ઝારખંડ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રામેશ્વર ઉરાંવ અને રાષ્ટ્રીય જનતા દળના નેતા સત્યાનંદ ભોક્તાએ પણ મંત્રી પદના શપથ લીધા. 

આખરે શિવસેનાએ સ્વીકારવું પડ્યું, રાષ્ટ્રીય સ્તરે PM મોદીનો કોઈ વિકલ્પ નથી

આજે થયેલા આ શપથગ્રહણ સમારોહમાં મંચ પર વિપક્ષના તમામ મોટા નેતાઓ હાજર રહ્યાં હતાં. નવી સરકારના શપથગ્રહણ સમારોહમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનરજી, પૂર્વ રાજ્યસભા સાંસદ શરદ યાદવ, રાજ્યસભા સાંસદ સંજય સિંહ, આરજેડી નેતા તેજસ્વી યાદવ, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન  ખડગે, સુબોધકાંત સહાય, રાજસ્થાનના સીએમ અશોક ગેહલોત, સહિત મોટા નેતાઓ હાજર રહ્યાં. આ ઉપરાંત ડીએમકેના નેતા એમ કે સ્ટાલિન, જેએમએમ નેતા અને હેમંત સોરેનના પિતા શિબુ સોરેન, પૂર્વ કેન્દ્રીય મંત્રી આરપીએન સિંહ, એનસીપીના નેતા સુપ્રિયા સુલે અને પ્રદેશના પૂર્વ સીએમ રઘુવર દાસ પણ મંચ પર હાજર રહ્યાં હતાં. 

સૌથી ઓછી ઉંમરના સીએમ રહ્યાં હેમંત સોરેન
44 વર્ષના હેમંત સોરેને 24 ડિસેમ્બરના રોજ ગઠબંધન તરફથી વિધાયક દળના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યાં હતાં. વિધાયક દળના નેતા પસંદ થયા બાદ હેમંત સોરેને રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો હતો. ઝારખંડની ચૂંટણીમાં હેમંત સોરેનની પાર્ટી ઝારખંડ મુક્તિ મોરચાને સૌથી વધુ બેઠકો મળી હતી. જેએમએમને 30 બેઠકો મળી. આ ઉપરાંત પ્રદેશમાં મુખ્ય વિપક્ષી દળ ભાજપને આ વખતે ચૂંટણીમાં 25 બેઠકો મળી. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને આદિવાસી નેતા શિબુ સોરેનના પુત્ર હેમંત સોરેન આ વખતની ચૂંટણીમાં જેએમએમ-કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળના ગઠબંધનના ચહેરા હતાં. 19મી સદીના આદિવાસી નાયક બિરસા મુંડાને માનનારા હેમંત રાજ્યના સોથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. 

રાજ્યસભાના સાંસદ તરીકે તેમણે 24 જૂન 2009થી લઈને 4 જાન્યુઆરી 2010 સુધી સંસદમાં પહોંચ્યાં. સપ્ટેમ્બરમાં તેઓ ભાજપ/જેએમએમ/જેડીયુ/એજેએસયુ ગઠબંધનની સરકાર અર્જૂન મુંડા સરકારમાં ઝારખંડના નાયબમુખ્યમંત્રી બન્યા હતાં. આ અગાઉ તેઓ 2013માં રાજ્યના સૌથી ઓછી ઉંમરના મુખ્યમંત્રી પણ બન્યાં અને ડિસેમ્બરે 2014 સુધી પદ પર કાર્યરત રહ્યાં હતાં. 

આ VIDEO પણ ખાસ જુઓ...

મોટાભાગઈના મોતથી જિંદગી બદલાઈ
2005માં વિધાનસભા ચૂંટણીઓ સાથે તેમણે જ્યારે ચૂંટણી રાજકારણમાં ડગ માંડ્યા ત્યારે તેઓ દુમકા બેઠક પરથી મેદાનમાં ઉતર્યા હતાં. જો કે તેમને પાર્ટીના બળવાખોર નેતા સ્ટીફન મરાંડી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ 2009માં મોટાભાઈ દુર્ગાના મોતે હેમંતની જિંદગીમાં મોટો વળાંક સર્જ્યો. દુર્ગાને શિબુ સોરેનના વારસદાર તરીકે ઓળખવામાં આવતા હતાં. પરંતુ તેમનો અકાળે મોત થયું અને હેમંત રાજ્યના રાજકારણના કેન્દ્રમાં આવી ગયાં. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More